MORBI:મોરબીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો:બે ફરાર
MORBI:મોરબીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો:બે ફરાર
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર ગણેશનગર બાવળીયાપીરની દરગાહ પાસે આરોપી અહેમદભાઈ મહમદભાઇ વડાવરીયા (ઉ.વ.૪૨)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૦ કિં રૂ. ૧૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અહેમદભાઈ મહમદભાઇ વડાવરીયાને પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે પુછપરછ કરતા અન્ય બે ઇસમો મકબુલ હનીફભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લૉટ મોરબી, તથા સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે કબીર ટેકરી મોરબીવાળાનુ નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.