MORBI:મોરબી શહેરમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે

MORBI:મોરબી શહેરમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે
ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી લાલજીભાઈ મહેતા ની યાદી જણાવે છે કે મોરબીમાં તારીખ :- ૨૮/૧૨/૨૫ ને રવિવારના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજવામાં આવશે.
મોરબીના ઉદ્યોગપતિ, વેપારી, સમાજના શ્રેષ્ઠીઓ, કલાપ્રેમી લોકો, પત્રકારો તથા મીડીયાના સહકારથી આ સંસ્થા છેલ્લા વીસ વર્ષેથી મોરબી શહેરમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન નું આયોજન યોજવામાં આવે છે. તેમાં પાંચ વર્ષથી લઈને પચ્ચાસ વર્ષની દરેક વ્યકિત ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધકને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે. તથા નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકને શીલ્ડ તથા પ્રમાપપત્ર સાથે સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી સ્પર્ધકો ભાગ લેવા આવે છે અને મોરબીની કલાપ્રેમી જનતા આ કાર્યક્રમ જોવા ઉત્સુક હોય છે. દરેક સ્પર્ધક તથા તેની સાથે આવેલ પેરેન્ટસને વીના મુલ્યે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી ફિલ્મના પ્રોડયુસર, ડાયરેકટરશ્રીઓ અને કલાકારો પણ આ કાયામમાં ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે. મોરબીની પ્રજાને આ કાર્યક્રમ નિહાળવા માટે આમંત્રિત પાઠવવામાં આવે છે.
આ ડાન્સ કોમ્પીટીશન ના ફોર્મ તારીખ :- ૦૧/૧૧/૨૫ ના રોજ થી સવારે ૧૦ (દશ) વાગ્યા થી ૧૧૬, ટ્રેડ સેન્ટર, વી.સી.હાઇસ્કૂલ પાછળ મોરબી થી ફોર્મ મળી શકશે. વધારે માહિતી માટે ડાન્સ કોમ્પીટીશન પ્રોગ્રામના ઓગ્રેનાઈઝ રામભાઇ મહેતા (મો.નં. ૯૯૦૪૭ ૯૮૦૪૮) પ્રતિકભાઈ મંડીર (મો.નં. ૬૩૫૬૨ ૬૨૬૨૫) નો સંપર્ક કરવા વિનંતી..










