MORBI:મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના (પાંચ) આરોપીઓને નીર્દોષ છોડી મુકવા હુકમ
MORBI:મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના (પાંચ) આરોપીઓને નીર્દોષ છોડી મુકવા હુકમ
રાજકોટ રેલ્વે પો.સ્ટે માં તારીખ 7 ડિસેમ્બર 2022ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના મરણજનારને તારીખ 16 ડિસેમ્બર 2022ના રોજ રાત્રીના 9 વાગ્યાના સુમારે મોરબી રેલ્વે સ્ટેસન પાસે ધકકાવાળી મેલડીમાતાના મંદીર પાસે રેલ્વેના ખુલ્લા મેદાનમાં આરોપીઓએ ભોગ બનનાર તથા સાહેદ જીતેશ કાંતીભાઈ દેવીપુજક બન્ને જુની અદાવતનું સમાધાન કરવા મોબાઈલ ફોનથી બોલાવી આરોપીઓએ ગેરકાયદેસરની મંડળી રચી ગુનાહીત કૃત્ય કરવાના ઈરાદાથી ષડયંત્ર રચી મોરબી જિલ્લા મેજી. ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ભોગબનનારને પેટના ભાગે તેમજ શરીરે દશ જેટલા છરીથી ધા મારી તથા લાકડી તથા ધોકાથી માર મારી જાનથી મારી નાખવાના ઈરાદે જ ગંભીર પ્રકારની ઈજા કરી તથા સાહેદને લાકડીથી માર મારી નાશી જઈ ગુન્હો કરેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ ફરીયાદ આપેલ હતી. જેથી રાજકોટ રેલ્વે પોલીસે આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ 302, 307, 323, 143, 147, 148, 149, 34, 120(બી) તથા જી.પી એકટની કલમ 135 મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી હતી. આ અંગેનો કેશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.