GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ડી.સી મહેતા સાર્વજનીક ડિસ્પેન્સરી  ટ્રસ્ટ દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન 

MORBI:મોરબી ડી.સી મહેતા સાર્વજનીક ડિસ્પેન્સરી  ટ્રસ્ટ દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન

Oplus_0

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વા દરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે મહિને રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર તરફથી મંડપ આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં :-૧૮૮ ના દાતાશ્રી સ્વ.દર્શનાબેન ડાયાભાઈ માકાસણા મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઇ સંઘવી (M.S.)કેન્સરના દર્દીઓને તા.૧૩/૭/૨૦૨૪ ને શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા.૧૪/૦૭/૧૦૨૪.રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્ય તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/ મયુરભાઈ મહેતા મો. ૯૫૩૭૦૯૯૨૧૯ પાસે અગાઉથી નામ નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના વડા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાવેણભાઈ.વી.શાહે એક અખબાર યાદીમાં જણાવેલ છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button