MEHSANAVIJAPUR

ખેરાલુ તાલુકામાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે તંત્ર સક્રિય – ક્લોરીનેશન ડ્રાઇવ પ્રારંભ કરવામાં આવી

ખેરાલુ તાલુકામાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે તંત્ર સક્રિય – ક્લોરીનેશન ડ્રાઇવ પ્રારંભ કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લામાં વરસાદની મોસમમાં જિલ્લામાં પાણીજન્ય રોગો ના ફેલાય એ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા રોગચાળા અધિકારી વિનોદભાઈ ના માર્ગદર્શન હેઠળ ખેરાલુ તાલુકા આરોગ્ય અધિકારી ડો.અલકેશ શાહ ના દેખરેખ હેઠળ સમગ્ર તાલુકા ના ગામોમા આજે ક્લોરીનેશન ડ્રાઇવ અંતર્ગત દરેક બોર ઓપરેટર ની હાજરીમાં આરોગ્ય કર્મચારીની હાજરીમાં કામગીરી કરવામાં આવી હતી.આ સાથે સંપ ની સફાઈ તેમજ લોગબુક નિભાવવાની સમજ આપવામાં આવી હતી ચોટીયા ના આરોગ્ય કર્મચારી પ્રજ્ઞેશ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં આરોગ્ય વિભાગ અંતર્ગત ક્લોરીનેશન નિયમિત થાય એ માટે તલાટી ,બોર ઓપરેટર,વહીવટદાર જોડે મિટિંગ કારી તાલીમ આપવામા આવી. આરોગ્ય વિભાગની ટીમો ગામેગામ જઈને ગામની પાણીની ટાંકીઓનું ક્લોરીનેશન કરી રહી છે. સાથે સાથે ભરાયેલાં પાણીનો નાશ કર્યા.પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે તંત્ર સક્રિયનોંધનીય છે કે જિલ્લામાં ગામેગામ સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને લોકોને પાણી સ્વચ્છ પીવા મળે એવી કામગીરી હાલ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઘરે ઘરે જઈને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!