GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં. ૨૬ જુન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિનની ઉજવણી અભિયાન અંતર્ગત નશામુકિત માટે લોક-જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન 

MORBI:મોરબીમાં. ૨૬ જુન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિનની ઉજવણી અભિયાન અંતર્ગત નશામુકિત માટે લોક-જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબી: “૨૬ જુન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન” ની ઉજવણીના ભાગ રૂપે મોરબી જીલ્લામાં આવેલ વિવિધ સ્કુલો, કોલેજો તથા જાહેર સ્થળોએ હોડીગ્સ, બેનરો તેમજ સાહિત્ય કલાકારો દ્વારા સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી મોરબી જીલ્લાને નશામુક્ત બનાવવા જાહેર જનતામાં જાગૃતિ ફેલાવવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા સરાહનીય વિવિધ કાર્યક્રમોનું સતત બે સપ્તાહ સુધી એક અભિયાનના ભાગરૂપે આયોજન હાથ ધરાયું હતું.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી ડીવીઝન તથા એસ.એચ.સારડા વાંકાનેર ડીવીઝન દ્વારા તા.૨૬ જૂન ૨૦૨૪ના રોજ નશાકારક વસ્તુનો દુરુપયોગ તેમજ તેની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જીલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી અને માર્ગદર્શન પાઠવવામાં આવેલ કે, તા.૧૨ જૂન ૨૦૨૪ થી તા.૨૬ જૂન ૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન મોરબી જીલ્લામાં વસતા લોકોમાં સુખાકારી વધે તેમજ લોકોની સુખ, શાંતી અને સલામતીમાં વધારો થાય તે હેતુથી તથા લોકો ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થોના ચુંગાલમાંથી મુક્ત બને અને સ્વસ્થ રહે અને નશીલા પદાર્થોથી જાગૃત બને અને આવી પ્રવૃતિ અંગે માહિતી મળે તો તેઓની માહીતી ગુપ્તતા જળવાય રીતે જાણ કરે તે હેતુથી સુચનાઓ આપવામાં આવેલ હતી.

મોરબી જીલ્લામાં આવેલ શાળાઓ, કોલેજો તથા જાહેર જગ્યાઓ ઉપર ડ્રગ્સ મુક્તી અંગેના સેમીનારો યોજ્યા હતા જેથી લોકોમાં ડ્રગ્સ વિરુધ્ધ જાગૃતી લાવવા અભિયાન ચલાવવામાં આવેલ તથા આ અંગે જરૂરી હોર્ડીંગ્સ, બેનેરોનો ઉપયોગ કરી તેમજ જાહેર માર્ગો પર તથા સીરામીક ઇન્ડટ્રીઝ વિસ્તારના મજુર લોકો સાથે સંવાદ સાધી લોકો આ બાબતે જાગૃત બને તે માટેના પૂરતા પ્રયાસ હાથ ધરાયા હતા. આ ડ્રગ્સના દુષણને નાથવા માટે સાહીત્ય કલાકારો તેમજ સામાજીક અગ્રણીઓનો સંપર્ક કરી સોસીયલ મીડીયોનો ભરપુર ઉપયોગ કરી લોકોમાં ડ્રગ્સ વિરોધ્ધી અભિયાન ચલાવવા આવ્યું હતું.

આ ઉપરાંત મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મોરબી જીલ્લાના લોકોને વ્યસન મુક્ત બનાવવા ૨૬ જુનના જાહેર થયેલ “International Day Against Drug Abuse and illicit Trafficking” ને સાકાર કરવા માટે પ્રયત્નો હાથ ધરી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન જીલ્લામાં આવેલ અલગ-અલગ કુલ-૧૪ શાળા/કોલેજોમાં કાર્યક્રમો યોજી આશરે- ૧૫૦૦ જેટલા વિધાર્થીઓમાં આ અંગે જાગૃતી ફેલાવવામાં આવી હતી. મોરબી જીલ્લાના હોટ સ્પોટ વાંકાનેર વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર ડીવીઝનનાઓએ ઓડીયો મારફતે આમ જનતાને સંદેશો પાઠવેલ તેમજ થાણા અધિકારી મારફતે હસનપર, ચંદ્રપુર ગામ, કુંભારપરા વિગેરે વિસ્તારમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સમગ્ર અભિયાન દરમિયાન વિવિધ જાહેર સ્થળો જેવા કે, બાગ બગીચા, રેલ્વેસ્ટેશન/બસસ્ટેશન એમ જ્યા જાહેર જનતાની અવર-જવર વધારે હોય તેવા કુલ-૧૧ સ્થળોએ સંવાદ તેમજ સભાઓ યોજી, બેનરો અને હોર્ડીંગ્સ લગાવી આશરે ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રમીકવર્ગ જેવા કે, કારખાનામાં કામ કરતા મજુરવર્ગનો સંપર્ક કરી તેઓને આ દુષણથી દુર રહેવા સમજ કરી જાગ્રુતી ફેલાવવામાં આવેલ.

આ અભિયાનને વધુ કારગર તેમજ અરસકારક બનાવવા લોકપ્રિય સાહીત્ય કલાકારો માયાભાઇ આહીર સહિતના સાથે સંવાદ કરી તેઓ મારફતે સોસીયલ મીડીયા દ્વારા મોરબી જીલ્લામાં નાગરીકોમાં નશામુકિત અંગે જાગૃતી ફેલાય તેવા ભરપુર પ્રયાસો કરવામાં આવેલ. આ ઝુંબેશ દરમિયાન આવા માદક પદાર્થોના દુષણથી દુર રહેવા બાબતે રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓ તેમજ શાળા કોલેજોમાં આ અંગે સપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ આવી કોઇ ગેર કાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો સમાજની અંદર દેખાઇ આવે તો તરત જ ટોલ ફ્રી નંબર-૧૯૦૮ તથા મોરબી જીલ્લા કંટ્રોલ નં-૦૨૮૨૨ ૨૪૩૪૭૮ તથા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button