GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં પિયરમાં રહેતી પરણિતાએ પતિ અને સાસુ સામે નોંધાવી શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ




MORBI:મોરબીમાં પિયરમાં રહેતી પરણિતાએ પતિ અને સાસુ સામે નોંધાવી શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ

મોરબી શહેરમાં પિયરમાં રહેતી એક પરિણીતા દ્વારા પોતાના પતિ તેમજ સાસુ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.મળતી વિગતો મુજબ, મોરબીના બોરીચા વાસમાં પોતાના પિયરમાં રહેતા મિલનબેન રામજીભાઈ ગોજીયાએ જામનગર ખાતે રહેતા પોતાના પતિ હિતેશ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા અને સાસુ મણીબેન અરજણભાઈ કરંગીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પતિ અને સાસુ દ્વારા અવારનવાર નાની-નાની બાબતોમાં બોલાચાલી કરી હેરાન-પરેશાન કરવામાં આવતા હતા તેમજ શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો.પરણિતાની આ ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


