GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી UGCના નવા નિયમોના વિરોધમાં પાટીદાર યુવા સંઘ દ્વારા રાષ્ટ્રીપતિને કરી રજૂઆત

 

MORBI:મોરબી UGCના નવા નિયમોના વિરોધમાં પાટીદાર યુવા સંઘ દ્વારા રાષ્ટ્રીપતિને કરી રજૂઆત

 

યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (UGC) દ્વારા જાન્યુઆરી ૨૦૨૬ માં જારી કરાયેલ UGC (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર) નિયમો, ૨૦૨૬, જે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા હતા, તે ખૂબ જ ગંભીર બંધારણીય અને કાનૂની પ્રશ્નો ઉભા કરે છે. આ સૂચના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે એ SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા પર વિશેષ ભાર મૂકે છે. આ અંતર્ગત, બધી યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૯૦ દિવસની અંદર સમાનતા સમિતિઓની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમને ફરિયાદોની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

 

સાહેબ, પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી નો સ્પષ્ટ અને મક્કમ મત છે કે ઉપરોકત સૂચના ભારતના બંધારણમાં ગેરેંટી આપવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકાર (કલમ ૧૪, ૧૫ અને ૨૧) ની ભાવના અનુસાર નથી. ભારતનું બંધારણ બધા નાગરિકોને સમાનતાનો અધિકાર પ્રદાન કરે છે, પરંતુ સમાનતાની સર્વોગી ખ્યાલ સ્થાપિત કરવાને બદલે, આ સૂચના ફકત SC, ST અને OBC વિદ્યાર્થીઓના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ની સામાન્ય શ્રેણીના (General Category) વિદ્યાર્થીઓના અધિકારો અને બંધારણીય રક્ષણેને સંપૂર્ણપણે અવગણે છે.

આ સૂચના એકતરફી અભિગમ અપનાવે છે અને સમાન તકના સિદ્ધાંતને નબળી પાડે છે, જે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. કોઈપણ કાયદા આ નિયમનો ઉદ્દેશ્ય સમાજના તમામે તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્વિત કરવાનો હોવો જોઈએ, કોઈ એક વર્ગના પક્ષમાં અસંતુલન પેદા કરવાનો નહીં.આથી, અમે શ્રી પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી આ નિયમોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવાની માંગણી કરીએ છી

Back to top button
error: Content is protected !!