Morbi: તંત્રની પોલ મેઘ મહેર મેઘ કહેર સાબિત કરી: વરસાદના કારણે ધૂળકોટ – કોયલી ગામે પુલની દીવાલ ધરાશાય
Morbi: તંત્રની પોલ મેઘ મહેર મેઘ કહેર સાબિત કરી: વરસાદના કારણે ધૂળકોટ – કોયલી ગામે પુલની દીવાલ ધરાશાય
ધૂળકોટ થી કોયલી , ગજડી અને લતીપર થી ધ્રોલ અને રાજકોટ ને જોડતો રોડ બંધ
મોરબીમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર એ જાણે એક પ્રથા બની ગયો હોય તેવું લાગી રહ્યું છે
મોરબીના ધૂળકોટમાં પુલ પાસેની આરસીસી દીવાલ થઇ હતી જેને પગલે ધૂળકોટથી કોયલી, ગજડી, લતીપરથી ધ્રોલ અને રાજકોટને જોડતો રોડ બંધ થયો છે આ પુલ પરની દીવાલ બે થી ત્રણ વર્ષ પૂર્વે લાખોના ખર્ચે બનાવવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને આટલા ટૂંકા ગાળામાં લાખોના ખર્ચે બનેલ દીવાલ તૂટી પડતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે હલકી ગુણવત્તા ને ભ્રષ્ટાચારને કારણે દીવાલ તુત્યનો આક્રોશ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો ધૂળકોટના ખેડૂતોની એક હજાર હેક્ટર જમીનમાં હવે વાવેતર કરવામાં પણ જોખમ ઉભું થશે ખેડૂતોએ જણાવ્યું હતું