MORBI:મોરબી જીલ્લામાં શિક્ષણાધિકારીની કાયમી નિમણુક કરો, સ્કૂલ સંચાલકો પર અંકુશ લાવવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત
MORBI:મોરબી જીલ્લામાં શિક્ષણાધિકારીની કાયમી નિમણુક કરો, સ્કૂલ સંચાલકો પર અંકુશ લાવવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લામાં શિક્ષણાધિકારીની કાયમી નિમણુક કરવામાં આવે અને સ્કૂલ સંચાલકો પર અંકુશ લાવવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
જે પત્રમાં જણાવ્યું છે કે જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે એફ.આર.સી. વિરુદ્ધ બેફામ ફી વસુલ કરવામાં આવી રહી છે એક વર્ષથી જીલ્લા શિક્ષણાધિકારી પાસે કચ્છ અને મોરબી જીલ્લાનો સંયુક્ત ચાર્જ છે જેથી ખાનગી શાળા સંચાલકો પર કોઈ પ્રકારનો અંકુશ નથી મોરબી જીલ્લામાં સ્કૂલ સંચાલકો પોતાની મનસુફી મુજબ શાળા ચલાવે છે અમુક શાળાઓમાં રમત ગમતના મેદાનની વ્યવસ્થા નથી કેટલીક શાળાઓમાં નિયમ વિરુદ્ધ બાંધકામો આવેલ છે વિદ્યાર્થીઓની સલામતીના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે
કેટલીક શાળામાં એડમીશનમાં ભેદભાવની નીતિ જોવા મળી રહી છે માત્ર નામના મેળવવા હોશિયાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવા સહિતના મુદાઓ જોવા મળે છે શિક્ષણ ક્ષેત્ર વેપાર ધંધાનું માધ્યમ બની ગયું છે શાળા સંચાલકો પર કોઈ પ્રકારનો અંકુશ નથી જેથી બેફામ બની ગયા છે જેથી કાયમી જીલ્લા શિક્ષણાધિકારી નિમણુક કરી બેફામ ફી વસુલી, પ્રવેશમાં ભેદભાવની નીતિ, નિયમ વિરુદ્ધ બાંધકામ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે