BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના ‘કમલમ’ કાર્યાલય ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પરિચય બેઠક યોજાઈ

14 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ‘કમલમ’ કાર્યાલય ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પરિચય બેઠક યોજાઈ.બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, જેના ભાગરૂપે પાલનપુરના ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની એક મહત્વપૂર્ણ પરિચય બેઠક યોજાઈ હતી.
​આ બેઠકમાં ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ વિશેષ ઉપસ્થિત રહી ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા ભાજપ મહામંત્રી તરુણભાઇ મોદી અને પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા સંગઠનને મજબૂત બનાવી જંગી બહુમતીથી વિજય મેળવવા માટે હાકલ કરવામાં આવી હતી.​ આ પરિચય બેઠકમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, નિલેશભાઈ મોદી, પ્રભારી કોકિલાબેન પંચાલ, પૂર્વ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, મેરુજી ધૂખ, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાતડા અને કમલેશભાઈ ઠાકોર, તેમજ પાટીદાર સમાજના અગ્રણી ભગુભાઈ કુગશિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં તમામ સીટના ઇન્ચાર્જશ્રીઓ, તાલુકા ભાજપની ટીમ અને જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!