MORBIMORBI CITY / TALUKO
મોરબી 12 એસોસિએશનના વકીલો દ્વારા વકીલ પ્રોટેક્શન બિલની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર
મોરબી 12 એસોસિએશનના વકીલો દ્વારા વકીલ પ્રોટેક્શન બિલની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર
મોરબી કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવેલા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા, સેક્રેટરી વિજયભાઇ શેરસીયા અને બાર એસો.ના હોદેદારો તેમજ એડવોકેટ મિત્રો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં અન્ય રાજ્યમાં આ એક્ટ લાગુ હોય તો ગુજરાત રાજ્યમાં પણ આ એક્ટ લાગુ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવેલ છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આવી હતી.