BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદે માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃતિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજુઆત કરી છે.


સમીર પટેલ, ભરૂચ
સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર કલેકટરને અપાયું હતું.ત્રણ દિવસ પહેલા પરંપરાગત માછીમારો પર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હતો. ગેર માછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ, કોલસો, બાવળ સહિતની હેરફેરની ગેરકાયદે પ્રવૃતિઓ પણ કરી રહ્યા નો આક્ષેપ કરાયો છે. તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખુટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા પર ફટકો પડી રહ્યો છે. જેને લઈ તેઓની ગેરકાયદે બોટો કબ્જે કરી નર્મદા નદીમાંથી ગેરમાછીમારો દ્વારા થતી અસામાજિક પ્રવુતિ દૂર કરવા માંગ કરાઈ છે. જો તંત્ર આમ કરવામાં ઉણું ઉતરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

1
/
94
મોરબીમાં દેશી દારૂના ગુન્હાઓ સાથે સંકળાયેલા ત્રણ બુટલેગરોના બે મકાનો પર ડિમોલેશન કરવામાં આવ્યું
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
1
/
94


