GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના અમરેલી ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે જુગારધામ પર પોલીસ ત્રાટકી: ૭ ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબીના અમરેલી ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે જુગારધામ પર પોલીસ ત્રાટકી: ૭ ઈસમો રોકડ રૂ. ૨૪,૨૦૦ સાથે ઝડપાયા

 

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે અમરેલી ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અમરેલી ગામની સીમમાં આવેલી જૂની આર.ટી.ઓ. ઓફિસ સામે, રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે ખુલ્લામાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમતા સાત ઈસમોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓની વિગત:મહેબૂબશાહ બાપુશાહ શાહમદાર (ઉં.વ. ૫૨, રહે. વીસીનગર, પવિત્રકુવા પાસે, વીસીપરા, મોરબી) અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ ખોખર (ઉં.વ. ૪૪, રહે. ભારતપરા શેરી નં. ૩, પંચાસર રોડ, મોરબી) આશીફભાઇ કરીમભાઇ પઠાણ (ઉં.વ. ૩૭, રહે. કબીર ટેકરી શેરી નં. ૩, વાઘપરા, મોરબી) મુનીરભાઇ અકબરભાઇ રાઉમા (ઉં.વ. ૩૮, રહે. જનકનગર શેરી નં. ૧, ગીતા મિલ સામે, પંચાસર રોડ, મોરબી)તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર (ઉં.વ. ૩૧, રહે. વીસીનગર સોસાયટી, વીસીપરા, મોરબી)સોકતભાઇ વલીભાઇ બાંભણીયા (ઉં.વ. ૪૨, રહે. શ્રીજી સોસાયટી, રાવળ રોડ, મોરબી)ઇસ્માઇલભાઇ અલારખાભાઇ ચાનીયા (ઉં.વ. ૫૩, રહે. વાઘપરા શેરી નં. ૪, મોરબી)પોલીસે ઘટનાસ્થળેથી દાવ પર લગાવેલી તથા અંગજડતીમાંથી મળી કુલ રૂપિયા ૨૪,૨૦૦ની રોકડ રકમ કબ્જે કરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!