થરાના ચેતનભાઈ શાહ નું અવસાન થતા પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું..
થરાના ચેતનભાઈ શાહ નું અવસાન થતા પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું..
થરાના ચેતનભાઈ શાહ નું અવસાન થતા પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં મોબાઈલ અને ઝેરોક્ષનો વ્યવસાય કરતા શાહ ચેતનભાઈ શંકરલાલ નું તા.૧૨/૦૮/૨૦૨૫ ને મંગળવારે દુખદ અવસાન થતા થરા ખાતે વહેપારીઓ અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.ચેતનભાઈ શંકરલાલ શાહ નો જીવનદીપ ઓલવાઈ જતાં સ્વ.ચેતનભાઈના નશ્વરદેહ ને અગ્નિદાહ આપે તે પહેલા થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી, ટ્રસ્ટી હર્ષદભાઈ શાહનીપ્રેરણાથી સ્વ.ચેતનભાઈના ધર્મ પત્ની દક્ષાબેન ચેતનભાઈ શાહ (નાથપુરાવાળા) અને તેમના કુટુંબીજનોએ સદગતના ચક્ષુઓનું શ્રી અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા સંચાલિત એસ.એસ.આરોગ્ય ધામ ભાભરમાં સુરેશભાઈ રંગોલીને દાન કરી જે કોઈ અંધજનની આંખોનો બુઝાઈ ગયેલો દીવો ફરીથી ઝળહળતો થાય તે માટે ચક્ષુદાન આપી માનવતાનું મહાન કાર્ય કર્યુ છે અને સદગતના આત્માને સાચા અર્થમાં શ્રધાંજલિ મળે તેવું પ્રેરણા દાયી કાર્ય કર્યું છે.આ કાર્ય થી મૃત્યુ પછી રાખમાં ભળી જનારી આંખોના ચક્ષુદાનથી કોઈક અંધજનના જીવનને રોશની મળે અને જીવનમાં ફેલાયેલો અંધકાર દૂર કરવાનું પુણ્ય કાર્ય કરેલ છે.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530