KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે જન્મટીપ ની સજા નો છેલ્લા ૨૭ વર્ષથી નાસ્તો ફરતો આરોપી બોડીદ્રા ગામેથી ઝડપી પાડ્યો.

તારીખ ૦૯/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ભરવાડ ને હ્યુમન સોર્સિસ મારફતે માહિતી મળી કે ગોધરા સેશન્સ કોર્ટમાં ખૂન કેસમાં જન્મટીપ ની સજા પામેલ અર્જુનસિંહ અંદરસિંહ રાઠોડ રે બોડીદ્રા તા કાલોલ કે જેઓ અમરેલી સબ જેલમાં સજા ભોગવી રહેલ તે દરમ્યાન ૧૯૯૮ ના વર્ષ માં સબ જેલમાંથી ભાગી છૂટ્યો હતો અને તે બાબતે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરેલો હતો જે છેલ્લા ૨૭ વર્ષ થી નાસ્તો ફરતો હતો જે આરોપી હાલમાં તેના ઘરે બોડીદ્રા ખાતે આવેલ છે તેવી ચોક્કસ માહિતી આધારે કાલોલ પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ કરતા આરોપી અર્જુનસિંહ તેના ઘરેથી મળી આવેલ જેને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.






