TANKARA:ટંકારામાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાને રજૂઆત

TANKARA:ટંકારામાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાને રજૂઆત
ટંકારા ગામમાં ભૂ માફિયાઓ પર જાણે લગામ ન હોય તે બે લગામ મજા આવે તે જગ્યાએ બાંધકામ ખડકી દે છે ત્યારે ટંકારામાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જાગૃત નાગરિક રમેશભાઈ ભવાનભાઈ ભુંભરીયા જેથી કલેક્ટર કચેરી ઉપર ભરોષોનો રહેતા એસ.પી ને લેખિતમાં રજૂઆત કરી
ટંકારા ગામના જાગૃત નાગરિક રમેશ ભાઈ ભવાનભાઈ ભુંભરીયા નામના જાગૃત યુવાન જિલ્લા પોલીસ વડા અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહિતનાઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ટંકારામાં ભૂમાફિયા મનફાવે ત્યાં બાંધકામ ખડકી દે છે ત્યારે ટંકારા ગામમાં નવનિર્મિત કોર્ટની બિલ્ડીંગ સામે આવેલ સરકારી ખરાબાની જમીનમાં જ્યાં શહિદોની યાદમાં શહિદ વન બનાવવામાં આવ્યું છે તેમજ મેરી મીટી મેરા દેશ કેન્દ્ર સરકારના કાર્યકમ હેઠળ શહિદોની સ્મૃતિ સાથે કળશ યાત્રામાં ટંકારાના તત્કાલીન સરપંચ અને ગામના આગેવાનો તેમજ સૈનિકો હાજર રહેલ તે દરમ્યાન આ સ્થળને નુકસાન ના થાય તે માટે સરકાર દ્વારા પુર રક્ષક દિવાલ બનાવી આપી હતી.પરંતુ તંત્ર કે પોલીસનો ડર ન હોય તેમ આ પવિત્ર ભુમિમા બનાવેલ શહિદ વન અને તેની યાદમાં બનાવેલ શહિદ સ્મારક સ્તંભ ભુમાફીયાઓએ ઉખાડી ફેંકી દેધેલ છે જે માફીને લાયક નથી આ કૃત્ય કરનાર તમામ જવાબદારોની અટક કરી તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવે અને ગેરકાયદેસર થતુ બાંધકામ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.







