MORBI:મોરબી જિલ્લામાં દબદબાભેર યોગ દિવસ ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીઉજવણી
MORBI:મોરબી જિલ્લામાં દબદબાભેર યોગ દિવસ ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીઉજવણી
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી )
મોરબી માં યોગ દિવસ ને હેરિટેજ સાથે સાંકળીને મણીમંદિર મોરબી નાં પટાંગણમાં શહેર કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. આ સાથે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે. જ્યાં જીલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે વાત કરીએ તો આજે ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનાં ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાના ૨૧ જૂન – આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૬:૦૦ થી ૮:૦૦ દરમિયાન મણીમંદિર નાં પટાંગણમાં ખાતે કરવામાં આવી છે. યોગ ભગાડે રોગ કહેવામાં આવે છે તે યોગ કરવાથી થી તંદુરસ્તી સારી રહે છે તે સાથે યોગ એ આપણી સંસ્કૃતિ છે. અને આપણો વારસો છે. વિશ્વએ આપણી આ સંસ્કૃતિને સ્વીકારી છે, જેના ભાગરૂપે દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે. મોરબી શહેર કક્ષાએ આ આપણા અમુલ્ય વારસાને હેરિટેજ મણી મંદીર અને નદી પરનો પાડા પુલ ની સાથે જોડીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.મોરબીની ઓળખ સમાન મણીમંદિર કે જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિમંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ સમયે મહાનગરપાલિકા નાં કમિશ્નર સ્વપ્નીલ ખરે. નાયબ કમિશનર કુલદીપ સિંહ વાળા, સોની, ડીવાયએસપી દલવાડી, એ દિપ પ્રાગટય કરીને યોગ નો પ્રારંભ કરાવ્યો હતો. અહીં શિક્ષણ વિભાગ નાં કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ, મહાનગરપાલિકા નાં કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ શહેરી જનોએ યોગ માં ભાગ લીધો હતો. આ આ કાર્યક્રમ નું સુચારૂ સંચાલન શિક્ષક દીનેશભાઈ વડસોલા એ કર્યું હતું.



