GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્ટેમ્પ માર્ક થકી “૭ મે ના રોજ મતદાન જરૂર કરીએ”નો સંદેશ આપતી પડધરી તાલુકા મામલતદાર કચેરી

તા.૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પડધરી તાલુકા મામલતદાર કચેરી ખાતે નાગરિકોને કાઢી આપવામાં આવતા વિવિધ દસ્તાવેજોમાં સ્ટેમ્પ લગાડીને મતદાનનો સંદેશ અપાયો

Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ પોતાની મતદાનની ફરજ વિશે જાગ્રત થઇ અચૂક મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને અધિક ચૂંટણી અધિકારી શ્રી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ અવનવી રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પડધરી મામલતદાર કચેરી ખાતે “મતદાન જરૂર કરીએ-લોકસભા મતદાન તારીખ ૭ મે ૨૦૨૪” નો સંદેશ પાઠવતો રબર સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે.

મામલતદાર કચેરી ખાતે નાગરિકોને કાઢી આપવામાં આવતા વિવિધ દસ્તાવેજોમાં ‘મતદાન જરૂર કરીએ’ના સંદેશ સાથે ‘લોકસભા મતદાન તારીખ ૭ મે ૨૦૨૪’ની માહિતી પણ આપવામાં આવી છે. દરેક દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પ ઉપરાંત મતદાન જાગૃતિ માટેનો સ્ટેમ્પ પણ લગાવવામાં આવી રહ્યો છે. અનેક લોકો સુધી પહોંચતા આ વિવિધ કાગળો પર સિક્કાની છાપ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!