MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટેનો કાર્યક્રમ

મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટેનો કાર્યક્રમ

 

મોરબી જિલ્લામાં મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અનુસાર તા. ૧૦/૦૭/૨૦૨૪ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીશ્રીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારશ્રીની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.૨૦/૦૭/૨૦૨૪ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે તેમજ આ કચેરી દ્વારા તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સુધીમાં દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે.

તારીખ ૨૫/૦૭/૨૦૨૪ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીશ્રીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારશ્રીની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી. ખાતે કરવામાં આવશે તેવું ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button