RAJKOT -રાજકોટ TPO એમ.ડી.સાગઠીયાની આવક કરતાં વધુ રોકાણ, ACBએ ₹10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો
RAJKOT -રાજકોટ TPO એમ.ડી.સાગઠીયાની આવક કરતાં વધુ રોકાણ, ACBએ ₹10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો
TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ આખરે એન્ટીકરપ્શન કરપ્શન બ્યુરો (ACB)એ કાયદેસરની કાર્યવાહી કરતા સાગઠીયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. મનસુખ સાગઠીયા ભલે સરકારી નોકરીમાં એક લાખથી ઓછો પગારની આવક હોય. પરંતુ આવક કરતાં અનેકગણી સંપત્તિ એકત્ર કરી હોવાનું એન્ટીકરપ્શન કરપ્શન બ્યુરો (ACB)ની તપાસમાં સામે આવ્યું. આરોપી મનસુખ સાગઠીયા પાસે આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવતા ACBએ ગાળિયો કસ્યો છે. એન્ટીકરપ્શન કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે મનસુખ સાગઠીયાની ત્રણ અલગ અલગ જગ્યાએ તપાસ કરી સાથે જ સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતે આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની વિગતો જાણવા વર્ષ 2012 એપ્રિલ થી મેં 2024ના સમયગાળા દરમ્યાન વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલી હતી. તપાસ દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓ માંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરી વિશ્લેષણ કરતા આવક કરતા વધુની સંપત્તિ એટલે કે આ પ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું.
આરોપી મનસુખ સાગઠીયાએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે પોતે ભ્રષ્ટાચારથી નાણાં મેળવી મિલકતમાં રોકાણ કર્યું હતું. ACB તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક રૂ.2,57,17,359/- (બે કરોડ સતાવન લાખ સતર હજાર ત્રણ સો ઓગણસાંઇઠ)ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ. 13,23,33,323/- (તેર કરોડ ત્રેવીસ લાખ તેત્રીસ હજાર ત્રણ સો ત્રેવીસ) કરેલાનું તપાસ દરમિયાન જાણવામાં આવ્યું છે. આ સિવાય કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355/- (દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણ સો પંચાવન)ની વઘુ સંપતિ વસાવી હતી એટલે કે આવકના પ્રમાણમાં 410.37% થી વધુ અપ્રમાણસર મિલકતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મનસુખ સાગઠિયા એ રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો પણ રાખેલ છે. જોકે આ સિવાય ACBએ સાગઠીયાના વતનમાં તપાસ કરી હતી અને ત્યાં પર કરોડોની મિલકત મળી આવી હતી આ કામે સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી જે.એમ.આલ, ફિલ્ડ પોલીસ ઈન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ નાઓએ સરકાર તરફે ફરિયાદી તરીકે રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ – ૧૯૮૮ (સુધારા- ૨૦૧૮)ની કલમ-૧૩(૧)બી, ૧૩(૨) મુજબનો ગુનો આક્ષેપીત વિરુધ્ધ નોંધાવેલ છે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ એકમના મદદનીશ નિયામકશ્રી કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એમ.લાલીવાલાને સોંપવામાં આવેલ છે.