RAJKOT:રાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમના દરોડા , એક અધિકારીની CBIએ કરી અટકાયત




RAJKOT:રાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમના દરોડા , એક અધિકારીની CBIએ કરી અટકાયત

શહેરના રેસકોર્સ રિંગરોડ પર આવેલ સેન્ટ્રલ GST કચેરીમાં CBIની ટીમ ત્રાટકી હતી. જેના પગલે કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. હકીકતમાં CGSTના એક અધિકારીએ રૂ.2.5 લાખની લાંચની માંગણી કરી હોવાના મામલે CBIએ ગઈકાલે સાંજથી CGST કચેરીમાં ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં GSTના ક્લાસવન ઑફિસરને સકંજામાં લીધા હોવાનું માલૂમ પડ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના સિરામીક ઉદ્યોગ ગૃહના સંચાલક પાસેથી સેન્ટ્રલ GSTના નવીન ધનખડ નામના અધિકારીએ રૂ 2.5લાખની લાંચ માંગી હોવાની ફરિયાદના આધારે CBI દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.ટેક્સ ક્રેડિક આપવા અથવા તો રિફંડ આપવા માટે રૂ.2.5 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે ગઈકાલે સાંજથી CBIની ટીમ રેસકોર્સ રોડ પર આવેલી સેન્ટ્રલ GST કચેરી ખાતે ત્રાટકી હતી. જ્યાં નવીન ધનખડ નામના અધિકારીની પૂછપરછ કરવા ઉપરાંત અન્ય કર્મચારીઓના પણ નિવેદન લીધા હતા.હાલ સેન્ટ્રલ GST કચેરીમાં બહારના વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે CBIની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.



