MORBI:મોરબી જિલ્લાનું રાજપર ગામ ફરી એકવાર ગેરકાયદેસર ખનીજ ચોરીના કૌભાંડને કારણે ચર્ચામાં આવ્યું

MORBI મોરબી જિલ્લાનું રાજપર ગામ ફરી એકવાર ગેરકાયદેસર ખનીજ ચોરીના કૌભાંડને કારણે ચર્ચામાં આવ્યું
મોરબી: મોરબી જિલ્લાનું રાજપર ગામ ફરી એકવાર ગેરકાયદેસર ખનીજ ચોરીના કૌભાંડને કારણે ચર્ચામાં આવ્યું છે. રાજપરથી પંચાસર તરફના માર્ગ પર ખનીજ માફિયાઓ રાત-દિવસ બેફામપણે ખનીજની ચોરી કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સ્તરે એવો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે ગામના સરપંચ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગતથી આ ખનીજ ચોરીનું રેકેટ ધમધમી રહ્યું છે.?
જાણ કરવા છતાં ‘અજાણ’ રહેવાનો ઢોંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા રાજપર ગામના સરપંચ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે અનેક વખત જાણ કરવામાં આવી છે. તેમ છતાં, સરપંચ અને અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.આ અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિથી અજાણ હોય તેવો ઢોંગ રચી રહ્યા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, જે રીતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે જોતાં તેમને આ ‘ઢોંગ’ માટે કોઈ વિશેષ એવોર્ડ પણ મળી શકે તેમ છે.
સરકારી તિજોરીને કરોડોનું નુકસાન રાજપર વિસ્તારમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓને કારણે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરીને થતી આ ખનીજ ચોરીને કારણે પર્યાવરણને પણ ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે.
હવે જોવાનું એ રહ્યું કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર મામલે દરમિયાનગીરી કરીને ખનીજ ચોરીનું આ કૌભાંડ અટકાવવા અને મિલીભગત કરનારાઓ સામે કાયદાકીય પગલાં લેવા માટે ક્યારે સક્રિય થશે તે હવે જોવાનું રહ્યું…









