MORBI:મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા

MORBI:મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબીના ધારાસભ્ય અને રા.ક.મંત્રી અમૃતિયાએ માં ઉમિયા અને મહંતોના આશિર્વાદ લીધા
( જનક રાજા દ્વારા ) હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતના જુદા – જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શન આયોજન કરવામાં આવે છે તેઓ જ અન્નકુટ મહોત્સવ મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ સુ પ્રસિદ્ધ રામધન આશ્રમ યોજાયો હતો. જેમાં ૫૬ ભોગ અન્નકુટ ધરાવામાં આવ્યો હતો.આ તકે મોરબીના ધારાસભ્ય અને રા.ક.મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહ પરિવાર સાથે માં ઉમિયા અને રામદેવજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા.
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મહંતશ્રી ભાવેશ્વરીમાં, મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ, મિઠાઇ અને પ્રસાદ ધરાવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં ભક્તજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભક્તજનો માટે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તો આ તકે મોરબીના ધારાસભ્ય અને રા.ક.મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહ પરિવાર સાથે નવા વર્ષની શરૂઆતમાં માં ઉમિયા અને રામદેવજી મહારાજના આશીર્વાદ સાથે મહંતોના આશિર્વચન લીધા હતા.
આવતી કાલે ભાઈ બીજ પર્વ નિમિત્તે આશ્રમે ઉજવણી થશે જેમાં નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ રાત્રે રામદેવપીર નો પાટ, ભજન સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ હતું











