MORBI:મોરબીના બિલિયા ગામે સુરાપુરાધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદ યોજાયો
MORBI:મોરબીના બિલિયા ગામે સુરાપુરાધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદ યોજાયો
મોરબી તાલુકાના બીલીયા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાદાદાનું મંદિર બનાવવામાં આવેલ છે અને ત્યાં પૂજન વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી ભટ્ટ પરિવારના રાજેશભાઈ ભટ્ટ, વાસુદેવભાઈ ભટ્ટ, દિનેશભાઈ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, દિનેશભાઈ ભટ્ટ, કલ્પેશભાઈ ભટ્ટ, અભિષેકભાઇ ભટ્ટ, બળવંતભાઈ ભટ્ટ, હિતેશભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ ભટ્ટ તેમજ રંઘોળાથી ભીખુભાઈ ભટ્ટ વિગેરે ભટ્ટ પરિવરા લોકો હાજર રહ્યા હતા અને ત્યાં પૂજન વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમનો તેમજ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો અને પૂજન વિધિ હર્ષદભાઈ લલીતભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી અને મહાપ્રસાદની વ્યવસ્થા રમેશભાઈ ભટ્ટ તથા સપનાબેન ભટ્ટના પરિવાર તરફથી કરવામાં આવી હતી અને ભટ્ટ પરિવાર માટે બીલીયા ગામે સુરાપુરાધામ મંદિર દર્શન કરવા માટે 24 કલાક મૂકવામાં આવેલ છે તેવું ત્યાંના સંચાલકોએ કહ્યું છે.