GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં અનેક ગ્રામીણ ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અવિરતપણે ચાલુ

MORBI:મોરબી જિલ્લામાં અનેક ગ્રામીણ ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અવિરતપણે ચાલુ

 

 

 

મોરબી જિલ્લામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.


ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા એ જિલ્લાના સુદ્રઢ આંતરમાળખાનું મહત્વનું પરિબળ છે. ત્યારે મોરબી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોને એકબીજા સાથે જોડતા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. હાલ મોરબી જિલ્લામાં બેલા-સનાળા(ત), ભડીયાદ-જોધપર, દલડી-કાશીપર, ભડીયાદ-રફાળેશ્વર, પંચાસર-વઘાસિયા, વઘાસીયા-લીલાધર હનુમાન, મહીકા-કાનપર તથા રાતીદેવડી-વાંકીયા-પંચાસર સહિતના માર્ગો પર ખાડા પુરી પેચવર્ક કરવાની તથા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી છે.


મોરબી જિલ્લામાં રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત તથા પેચવર્ક સહિતની કામગીરી અવિરતપણે કરવામાં આવી રહી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!