MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘વિકાસ’ ઉભરાયો: ગટરના પાણીથી ઈન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો ત્રાહિમામ્.

 

 

MORBI:મોરબીમાં ‘વિકાસ’ ઉભરાયો: ગટરના પાણીથી ઈન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો ત્રાહિમામ્.

 

​મોરબી: એક તરફ સરકાર દ્વારા વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મોરબીમાં આ ‘વિકાસ’ રસ્તાઓ પર ઉભરાતો જોવા મળી રહ્યો છે. મોરબી-કંડલા હાઈવે પર આવેલી ઈન્દ્રપ્રસ્થ સોસાયટી સામે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.
​તંત્રની ઘોર બેદરકારી: ગાંધીનગર સુધી રજૂઆતો છતાં પરીણામે શુન્ય.


​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા કોઈ નવી નથી. ગટરના પાણીના નિકાલ માટે અગાઉ સ્થાનિક વહીવટી તંત્રથી લઈને ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્રના બહેરા કાને આ રજૂઆતો અથડાઈને પાછી આવી રહી હોય તેમ કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

​ચૂંટણી સમયે મત માંગવા માટે ઘરે-ઘરે આવતા રાજકીય નેતાઓ અત્યારે ક્યાંય દેખાતા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે:અનેકવાર રજૂઆત કરવા છતાં એકપણ નેતાએ આ ગંભીર પ્રશ્નમાં રસ દાખવ્યો નથી.નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ વચનોની લ્હાણી કરવા નીકળે છે, જ્યારે પ્રજાની મૂળભૂત સુવિધાની વાત આવે ત્યારે મોઢું ફેરવી લે છે.”અમે ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર છીએ. જો નેતાઓ અને તંત્રને અમારી પીડા નથી દેખાતી, તો અમને પણ ખબર છે કે અમારે શું કરવું.” – સ્થાનિક રહીશ



​લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો જો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો ઈન્દ્રપ્રસ્થ સોસાયટી અને આસપાસના રહીશોએ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ‘રોડ-રસ્તા અને ગટર નહીં, તો વોટ નહીં’ ના મિજાજ સાથે હવે સ્થાનિકો આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.હવે જોવાનું એ રહ્યું કે, શું તંત્ર આ ગંદકીના ગંજ માંથી લોકોને મુક્તિ અપાવશે કે પછી લોકોની ચીમકી મુજબ ચૂંટણીમાં તેની અસર જોવા મળશે?

Back to top button
error: Content is protected !!