MORBI:મોરબીવાસીઓ સાવધાન: ૩૧ માર્ચ સુધી ટેક્સ નહીં ભરો તો જોડાણો કપાશે, મિલકત સીલ થશે અને ૧૮% વ્યાજ વસૂલાશે

MORBI:મોરબીવાસીઓ સાવધાન: ૩૧ માર્ચ સુધી ટેક્સ નહીં ભરો તો જોડાણો કપાશે, મિલકત સીલ થશે અને ૧૮% વ્યાજ વસૂલાશે
મોરબી મહાનગરપાલિકાનો કડક નિર્ણય: રજાના દિવસે પણ ટેક્સ ઓફિસ ખુલ્લી રહેશે; ઓનલાઈન ટેક્સ ભરવા માટે એપ અને વેબસાઈટની સુવિધા ઉપલબ્ધ મોરબી: ૦૮-૦૩-૨૦૨૬ મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના બાકી મિલકત વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં જે મિલકત ધારકો ટેક્સ ભરપાઈ નહીં કરે, તેમની સામે વોરંટ બજવણી, મિલકત સીલિંગ અને નળ-ડ્રેનેજ કનેક્શન કાપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
શનિ-રવિમાં પણ ઓફિસો ખુલ્લી રહેશે નાગરિકોની સુવિધા માટે અને ટેક્સ વસૂલાત ઝડપી બનાવવા માટે ૩૧ માર્ચ સુધી તમામ શનિવાર અને રવિવારે પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસો ખાતે ટેક્સ સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે. જે મિલકત ધારકો સમયસર વેરો નહીં ભરે તેમના પર ૧૮% વ્યાજ પણ લગાડવામાં આવશે.
કડક કાર્યવાહીના સંકેત * કનેક્શન કપાશે: જે રહેણાંક મિલકતોનો ટેક્સ રૂ. ૧૦,૦૦૦થી વધુ બાકી હશે અને વોરંટ આપવા છતાં નાણાં નહીં ભરાય, તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવશે.
સીલિંગ કામગીરી: ટેક્સ શાખા દ્વારા હાલમાં પણ સીલિંગ અને વોરંટ બજવણીની કામગીરી કાર્યરત છે, જે ૩૧ માર્ચ સુધી અવિરત ચાલુ રહેશે.ક્યાં અને કેવી રીતે ટેક્સ ભરી શકાશે? મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસમાં સવારે ૧૦:૩૦ થી ૦૫:૦૦ સુધી ટેક્સ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં કુલ ૧૧ ક્લસ્ટર ઓફિસો (જેમ કે નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, ગ્રીન ચોક લાઈબ્રેરી વગેરે) ખાતે સવારે ૧૦:૩૦ થી ૦૪:૦૦ સુધી કામગીરી ચાલશે. મુખ્ય કચેરીના રૂમ નં. ૯ માં POS મશીન દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે.ડિજિટલ સુવિધાનો લાભ લો પાલિકાએ નાગરિકોને ઘરે બેઠા ટેક્સ ભરવા માટે અપીલ કરી છે:વેબસાઇટ: https://mmcgujarat.in/ પર જઈને ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે.મોબાઈલ એપ: Play Store પરથી ‘Morbi Municipal Corporation’ એપ ડાઉનલોડ કરીને મિલકત નંબર નાખી સરળતાથી વેરો ભરી શકાશે.મોરબી મહાનગરપાલિકાના શાખા અધ્યક્ષ દ્વારા તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને જાહેર અપીલ કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે પોતાનો વેરો ભરી કાયદેસરની કાર્યવાહીથી બચે.










