
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત નારી વંદન સપ્તાહ-૨૦૨૪ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારિરીક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભર આગળ વધે તે માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન અલગ અલગ થીમ અધારીત ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તા.૧લી ઓગષ્ટથી એક સપ્તાહ સુધી મહિલાઓની સુરક્ષા તેમજ મહિલાલક્ષી કાયદાની જાગૃતતા, સાયબર ગુનાઓ/ SHE-ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન, કાયદાકીય અને યોજનાકીય જાગૃતિના સેમિનાર યોજાશે. “બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ” નિમિતે જાગૃતિ કાર્યકમો, વિવિધ આરોગ્ય કેમ્પનું આયોજન તેમજ
જિલ્લાના મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલા સ્વરોજગાર મેળા ,મહિલા નેતૃત્વ જેવ અનેક કાર્યક્રમોની ઉજવણી કરાશે. જાગૃતતા સેમિનાર, માનસિક સ્વાસ્થય વિશે જાગૃતિ, પ્રતિકાર સીડીનું નિદર્શન સહિતન કાર્યકમો આયોજિત કરવામાં આવનાર છે જેમાં અનેક કાર્યક્રમો થકી મહિલાઓને અને સમાજના લોકો સુધી જાગૃતતા ફેલાય અને નારી સન્માનમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ,નિવાસી અધિક કલેક્ટર,મહિલા અને બાળ વિકાસ કચેરીના અધિકારી,અન્ય વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દીકરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.





