GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આરટીઆઈ એક્ટ માં પાંચ પાનાં ની માહિતી ફ્રી આપવાનાં સરકારના નિર્ણયને આવકારતા મોરબી જિલ્લાનાં આરટીઆઇ કાર્યકરો

MORBI:આરટીઆઈ એક્ટ માં પાંચ પાનાં ની માહિતી ફ્રી આપવાનાં સરકારના નિર્ણયને આવકારતા મોરબી જિલ્લાનાં આરટીઆઇ કાર્યકરો

 

 

રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી

ગુજરાત સરકારે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માત્ર અરજદારોને પાંચ પાનાની માહિતી ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે તે નિર્ણયને મોરબી જિલ્લાના આરટીઆઇ કાર્યકરોએ આવકાર્યો છે મોરબી જિલ્લાના આરટીઆઇ કાર્યકરોમાં એસ.બી. પટેલ-મોરબી, લવજીભાઈ આંબલીયા-વાંકાનેર, રમેશભાઈ મકવાણા-સોખડા, રમેશભાઈ સોલંકી-મકનસર, દિનેશ કમા જીવાપર આમરણ ચોવીસી અને ગીતાબેન સેનવા ગાંધીધામ વગેરે જણાવ્યું છે કે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે ઘણી વાર સોના કરતા ઘડામણ મોંઘુ જેવું બને છે. એક કે બે પાનાં ની માહિતી મેળવવા બન્ને બાજુ ખર્ચ વધી જાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરતાં અરજદારો નેં પાંચ પાનાં ની માહિતી ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે તે નિર્ણય નેં આવકાર્યો છે અને જાહેર માહિતી અધિકારી ૩૦ દિવસમાં માહિતી પુરી પાડે તેવી સુચના આપવામાં આવે તેવી માંગણી કરી છે.

Back to top button
error: Content is protected !!