GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના સરાયા ગામે હથીયાર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા યુવક વિરુદ્ધ ગુન્હો નોંધાયો 

TANKARA:ટંકારાના સરાયા ગામે હથીયાર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા યુવક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

 

 

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા યુવકે ભયનો માહોલ ઉભો કરીને પોતાના સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ આઈડી પર ગુપ્તી જેવુ ધારદાર હથીયાર સાથે પોસ્ટ વાયરલ કરતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા આરોપી કિશનભાઇ બાબુભાઈ ગમારા (ઉ.વ.૨૦) એ માણસો પર ભયનો માહોલ ઉભો કરીને કોઇ શરીર સંબધી ગુન્હો આચરવાના આશયથી પોતાના મોબાઇલ ફોનથી સોશ્યલ મીડીયામા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી mafiya_._302 માં ગુપ્તી જેવુ ધારદાર હથીયાર રાખી ફોટોની પોસ્ટ વાયરલ કરતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ દ્વારા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!