MORBI:મોરબી માનવતા અને એકતાનો અનોખો સંદેશ: મહાશિવરાત્રી નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

MORBI:મોરબી માનવતા અને એકતાનો અનોખો સંદેશ: મહાશિવરાત્રી નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબી શહેરમાં મહાશિવરાત્રીના પવિત્ર અવસરે જેન્યુન ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા અને કોમી એકતાનો સુંદર સંદેશ આપતો સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. લીલાપર રોડ પર આવેલ હઝરત હોથીશાહ વલી દરગાહ ના ગ્રાઉન્ડ ખાતે 15 ફેબ્રુઆરી, રવિવારે સવારે 10:30 થી બપોરે 1:30 સુધી કેમ્પ યોજાયો.
કુલ 150 થી વધુ દર્દીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોએ નિસ્વાર્થ ભાવથી દર્દીઓની તપાસ કરી અને જરૂરી દવાઓ મફતમાં આપી. આરોગ્ય સેવા સાથે માનવતાનો આ મહિમા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો.આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ આરીફભાઈ બલોચ, મોસીનભાઈ શેખ, મૌલાના એઝાદ અહેમદ, ઈકબાલભાઈ સહિત અનેક માનવસેવક સભ્યોએ મહેનત કરી હતી.મોરબીની પ્રખ્યાત આયુષ્માન હોસ્પિટલ ના ડૉ. સેતુ જસાણી, ડૉ. રાજ ધાનાણી, ડૉ. ઈશ્વર આહીર અને ડૉ. પ્રતીક પટેલ સહિત લેબોરેટરી વિભાગ, નર્સિંગ સ્ટાફ અને આયુષ્માન કાર્ડ વિભાગના કર્મચારીઓએ નિઃસ્વાર્થ સેવા આપી કેમ્પને સફળ બનાવ્યો.મહાશિવરાત્રી જેવા ધાર્મિક પર્વે દરગાહના પવિત્ર સ્થળે આરોગ્ય સેવા યોજાવું એ પોતાના અંદર કોમી એકતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ ધરાવે છે. આજના આધુનિક યુગમાં યુવા પેઢી માટે આ પ્રકારના કાર્યક્રમો માનવતા, સેવા અને સહઅસ્તિત્વનું જીવંત પ્રતિક બની રહે છે.આ કાર્યક્રમએ સાબિત કર્યું કે ધર્મ ભલે અલગ હોય, પરંતુ માનવતા સર્વોપરી છે.










