AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમે ગુમ થયેલ બાળકને માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ પોલીસ મથકનાં એ.એસ.આઈ. અરવિંદભાઈ જાનુભાઇ દેશમુખ તથા પો.કો. જિગ્નેશભાઈ, પો.કો. દિનેશભાઈનાઓ વઘઈ તાલુકાનાં સોડમાળ ગામ નજીક ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા.તે સમયે જાગૃત નાગરિક મહેશભાઈ ગમનભાઈ પટેલે  વઘઇ પોલીસનો સંપર્ક કર્યો હતો.મહેશભાઈ પટેલે વઘઇ પોલીસની ટીમને જણાવ્યુ હતુ કે, “તેમના ગામમાં એક અજાણ્યો બાળક  જોવા મળ્યો છે, જે વ્યવસ્થિત બોલી શકતો નથી.” આ માહિતી મળતા જ વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર પી. ડી ગોંડલિયા તાત્કાલિક સોડમાળ ગામે પહોંચ્યા હતા.અહી પી.આઈ.પી.ડી.ગોંડલીયાએ બાળકની  પૂછપરછ કરી હતી, જેમાં બાળક સતી ગામનો હોવાનું જાણવા મળ્યુ હતું.જેથી વઘઇ પોલીસની ટીમે બાળકને ગાડીમાં બેસાડીને સતી ગામે તેના ઘરે લઈ ગયા હતા. જ્યાં તેના માતા-પિતાને બાળકનો સુરક્ષિત રીતે કબજો સોંપવામાં આવ્યો હતો.આ બાળકની ઓળખ સાહિલભાઈ ચીનતભાઈ પવાર (ઉં.વ. 11, રહે. સતી, તા. આહવા, જિ. ડાંગ) તરીકે થઈ હતી.આ બાળકનાં માતાનું નામ લીલાબેન છે. પોલીસે ગુમ થયેલા બાળકને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃ મિલાપ કરાવીને માનવીય અભિગમ દાખવ્યો હતો.ત્યારે પરિવારજનોએ વઘઇ પોલીસની આ કામગીરીને બિરદાવીને સરાહના કરી હતી..

Back to top button
error: Content is protected !!