આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

14 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમને શોભાવવા માટે સમારંભના અધ્યક્ષ માન. શ્રી જશવંતભાઈ કે. જેગોડા રેસીડેન્ટ એડીશનલ કલેકટર અને એડીશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, મહેસાણા મુખ્ય મહેમાન એવા શ્રી દેવાંગ જી. રાઠોડ પ્રાંત અધિકારી-વ સબ. ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, વિસનગર શ્રી એફ.ડી.ચૌધરી મામલતદારશ્રી અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, વિસનગર તથા શ્રી ચંદ્રેશભાઇ જે.ચૌધરી પ્રમુખશ્રી, આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય અને કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટુભાઈ ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વિઠ્ઠલભાઈ.વી. ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી. ચૌધરી તથા મંત્રીશ્રી વિરસંગભાઈ જી.ચૌધરી, બાંધકામ સમિતિના પ્રમુખશ્રી રાજુભાઈ એલ.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રી વિષ્ણુભાઈ ચૌધરી, જેસંગભાઈ ચૌધરી, પ્રતાપભાઈ ચૌધરી, અભેરાજભાઈ ચૌધરી, નારણભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ્દહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. ત્યારબાદ કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહાનુભાવોનું બુકે, સાલ અને મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા પ્રાસંગિક પ્રવચનમાં મહાનુભાવોએ “શિક્ષણ એ જ અમૂલ્ય ધન તથા શિક્ષણ થકી મનુષ્યનો સર્વાંગી વિકાસ” એ ઉક્તિને સાર્થક કરતું હૃદય સ્પર્શી પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાતીગળ સંસ્કૃતિ, સામાજિક જીવન, માનવીય મૂલ્યો, હવા પ્રદુષણ, ગ્રામીણ ખેડૂત, સ્ત્રી સશક્તિકરણ, દેશ ભક્તિ વગેરે થીમ આધારિત ગરબા, રાજસ્થાની નૃત્યો, થીમ ડાન્સ, મલ્હારી ડાન્સ, શિવાજી થીમ ડાન્સ, પિરામીડ, એક પાત્રિય અભિનય વગેરે જેવા વિવિધાસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. જેને નિહાળીને મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ તથા વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવોના અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓના વરદહસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી એમ.કે.ચૌધરી અને કોકીલાબેન કે.ચૌધરીએ કર્યું હતું. આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.




