ગુજરાતના લોકો હવે બિહારના મતદાતા બની રહ્યા છે. : Tejashwi Yadav
બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે ફરી એકવાર તેજસ્વી યાદવનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, દેશમાં લોકશાહી પદ્ધતિઓ પર પ્રહાર કરી ભાજપના ઇશારે મત ચોરી થઈ રહી છે અને તેનો ફાયદો સીધો ભાજપને મળી રહ્યો છે. આ સાથે તેજસ્વીએ મોટો દાવો કરતાં કહ્યું કે, ગુજરાતના લોકો હવે બિહારના મતદાતા બની રહ્યા છે.
તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, લોકો જે ઘટનાને ‘મોદીનો કરિશ્મા’ કહે છે, તે ખરેખર મતની ચોરી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJD ઘણા બેઠકો પર માત્ર 10, 20 કે 100 મતોથી હારી હતી, અને તે મતચોરીનો જ એક ભાગ હતો.
RJD નેતા તેજસ્વી યાદવે એ વધુ એક ગંભીર દાવો કરતા કહ્યું કે, હવે ગુજરાતના લોકો બિહારમાં મતદાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “જરાતમાં મત આપનારા ભીખુભાઈ દલસાણિયા એ પોતાનું નામ હવે ત્યાંથી કાઢી લીધું છે અને બિહારમાં મતદારોની યાદીમાં પોતાનું સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાને તેમણે મતદાતા યાદીમાં ભ્રષ્ટાચારનું પૂરતું ઉદાહરણ ગણાવ્યું.
તેજસ્વીએ સ્ટેટિસ્ટિકલ ઇન્ફર્મેશન રીટ્રીવલ (SIR) અંગે પણ અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ચૂંટણી પંચ હજુ સુધી તેના પર કોઇ સ્પષ્ટતા આપવા માટે આગળ આવ્યું નથી. તેઓએ ચોંકાવનારો દાવો કર્યો કે, જે લોકોના નામ મૃત્યુ પામેલા તરીકે દાખલ કરાયા છે, તે લોકો આજ સત્ય સામે લડવા માટે કોર્ટમાં હાજર છે.
તેજસ્વીએ મુઝફ્ફરપુરના મેયર નિર્મલા દેવી અને તેમના દિયર પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, બૂથ નં. 257નું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, તેમની પાસે ડબલ EPIC (મતદાર ઓળખ કાર્ડ) નંબર છે. દિલીપ કુમાર અને મનોજ કુમાર-બંને BJP સાથે જોડાયેલા છે અને બંનેના નામો બે અલગ-અલગ ID પર નોંધાયેલા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રોજેક્ટર મારફતે ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.