MORBI:મોરબીના વાવડીરોડ ઉપર રહેણાંકમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાય
MORBI:મોરબીના વાવડીરોડ ઉપર રહેણાંકમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાય
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર બાવળીયા પીરની દરગાહ નજીક રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા સાત આરોપીઓને રોકડા રૂપિયા 61,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી
મળતી માહિતી મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર બાવળીયા પીરની દરગાહ નજીક આરોપી અનિલ મલાભાઈ હડિયલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી (1) અનિલભાઇ મલાભાઇ હડીયલ (2) મહેન્દ્રભાઇ વેલજીભાઇ ડાભી (3) કીરીટભાઇ માવજીભાઇ હડીયલ (4) ભવાનભાઇ પ્રેમજીભાઇ કંઝારીયા (5) હસમુખભાઇ નારણભાઇ કંજારીયા (6) ગીરીશભાઇ વશરામભાઇ નકુમ અને (7)શાંતીલાલ દેવકરણભાઇ કંઝારીયા તીનપતિનો જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 61,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી