અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અરવલ્લી જીલ્લામાં ક્લસ્ટરબેઝ તાલીમ નું આયોજન
ગુજરાતમાં હાલ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો રસાયણ યુક્ત ખાતર અને જંતુનાશક દવાઓ ના ઉપયોગ વગર ઝેર મુક્ત ખેતી તરફ વળી રહ્યા છે. જે અન્વયે અરવલ્લીજીલ્લામાં પણ અત્યાર સુધી ૨૨૩૦૧ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે તેમજ ચાલુ ખરીફ સીઝનમાં પણ અરવલ્લી જીલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે જીલ્લામાંપાંચ ગ્રામપંચાયત દીઠ એક ક્લસ્ટરમુજબ કૂલ ૬૮ ક્લસ્ટર બનાવવામાં આવેલ છે. આ તમામ ક્લસ્ટરમાંએક ગ્રામપંચાયત દીઠ ચાર તાલીમો કરી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ વિશે સમજ કેળવે તે હેતુ થી અરવલ્લી જીલ્લા ના આત્મા, ખેતીવાડી,અને બાગાયત વિભાગના સયુંકતપ્રયાસના ભાગરૂપે ક્લસ્ટરબેઝતાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અરવલ્લીજીલ્લામાંબાયડ,ધનસુરા,મેઘરજ,માલપુર,મોડાસા અને ભિલોડાતાલુકામાં ગ્રામ વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિનીતાલીમનું આયોજન કરી પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કઈ શકાય એ માટે નું માર્ગદર્શન ખેડૂત માસ્ટર ટ્રેનરો અને ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવી રહ્યું છે. જેના પગલે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો કટિબંધ થયા છે. ઉપરાંત ક્લસ્ટરબેઝતાલીમમાં મહિલાઓ પણ જોડી તેમને પણ પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો એવા જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, વફ્સા, ખાટી છાસના ઉપયોગ વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આમ પ્રાકૃતિક કૃષિ દ્વારા અરવલ્લીજીલ્લામાં વધુમાં વધુ ખેડૂતો જોડાઈ અરવલ્લીજીલ્લાને પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.