MORBI:મોરબી જિલ્લાની સામાજિક સેવાકીય સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી નો જન્મ દિવસ.
MORBI:મોરબી જિલ્લાની સામાજિક સેવાકીય સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી નો જન્મ દિવસ.
મોરબી જિલ્લા માં મહિલા શશક્તિકરણ , રોજગારી, તથા સરકારી યોજનાઓ સહિત ની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ નું અમલીકરણ સરકારી વિભાગો સાથે સહકારાત્મક જોડાણ દ્વારા જિલ્લા ના નાગરિકો ના સામાજિક વિકાસ માટે સતત કાર્યરત હાલ માં શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ના પ્રમુખ અને શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ના મેનેજર, જિલ્લા મહિલા અને બાળ વિભાગ , હસ્તકલા સેતુ, મહાનગર પાલિકા મોરબી સહિત ના જુદી જુદી કમિટીઓ માં મેમ્બર તરીકે સેવાઓ આપનાર પરેશભાઈ ત્રિવેદી છેલ્લા ૧૮. વર્ષ થી સક્રિય સામાજિકસેવાકીય કાર્યકર તરીકે તદન નિસ્વાર્થભાવે તમામ જાતિ ધર્મ ના લોકો ને જરૂરિયાત મુજબ મદદ કરીને સ્વમાન સાથે જીવન જીવવા માટે મહત્વની તક પૂરી પાડે છે. શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ના માધ્યમ દ્વારા કોઈ પણ દાતા ની આર્થિક મદદ વગર જ પોતાના ખર્ચે દર વર્ષે કૌશલ્ય તાલીમ વિભાગો માં નોંધાયેલા લાભાર્થીઓ ને આપવામાં આવે છે.આ ઉપરાંત સરકારી વિભાગો અને બિન સરકારી સંસ્થાઓની યોજનાઓ ના લાભો જરૂરિયાત મંદ લાભાર્થીઓ સુધી સીધા જ પહોંચાડવા માટે કૅમ્પો સહિત ના આયોજનો કરવામાં આવે છે . છેવાડા ના નાગરિક સુધી સેવાઓ પહોંચે તે માટે પ્રત્યક્ષ કામગીરીઓ કરવામાં આવે છે. કર્મન્યમ વા ધિકારસ્તે ના સિદ્ધાંત પર ચાલી ને આજે પરેશભાઈ સમાજ ના દરેક વર્ગ માં લોક ચાહના મેળવેલ છે .આજે સંસ્થાઓ ના કાર્યકરો , સામાજિક અગ્રણીઓ અને વિશાળ લાભાર્થી વર્ગ તરફથી તેઓને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.