MORBI:મોરબીના નાની વાવડી ગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ શખ્સો ઝડપાયા
MORBI:મોરબીના નાની વાવડી ગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ શખ્સો ઝડપાયા
મોરબી તાલુકાના નાની વાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જી.ઈ.બી. ઓફીસની પાછળ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ શખ્સોને રૂ. ૨૭,૫૦૦ ના મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના નાની વાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જી.ઈ.બી. ઓફીસની પાછળ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમો પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વશીયાણી (ઉ.વ.૫૮), કાનજીભાઇ રૂગ્નાથભાઇ મોરડીયા (ઉ.વ.૪૫), મીનાબેન કાનજીભાઇ ભીમાભાઇ ખટાણા (ઉ.વ.૩૭), સમાબેન સફીભાઇ તારમામદભાઇ મોટલાણી (ઉ.વ.૪૨), પુજાબેન લાભુભાઇ નટુજી ઠાકોર (ઉ.વ.૨૬), કલ્પનાબેન અંબારામભાઇ ઠાકરશીભાઇ ગોપાણી (ઉ.વ.૫૦) રહે. બધા નાની વાવડી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.