GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સુસવાવ ગામેથી ખેડૂતોની મોટર ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સો ખરીદનાર સહીત છ ઈસમો ઝડપાયા

 

HALVAD:હળવદના સુસવાવ ગામેથી ખેડૂતોની મોટર ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સો ખરીદનાર સહીત છ ઈસમો ઝડપાયા

 

 

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ પર ખેડૂતોએ મુકેલ ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરતી ગેન્ગના ત્રણ સભ્યો અને ચોરીનો માલ રાખનાર સહીત કુલ છ આરોપીને ઝડપી લઈને એલસીબી ટીમે રૂ ૪.૯૦ લાખનો મુદામાલ રીકવર કર્યો છે અને હળવદની ચોરીના બે ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા છે

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ પર ખેડૂતોએ મુકેલી કુલ ૧૨ મોટરોની ચોરીની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી તેમજ એલસીબી ટીમ પણ ચોરીના ગુનાની તપાસમાં જોડાઈ હતી અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતી વખતે મોરબી માળિયા ફાટક સર્કીટ હાઉસ સામે નસીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં એક બોલેરો જીજે ૩૭ ટી ૨૫૫૦ વાળીમાં ઇલેક્ટ્રિક મોટરોને તોડી તેમાંથી નીકળેલ ત્રાંબાના વાયરનો ભંગાર અને લોખંડ, એલ્યુમીનીયમ, પીતલ, બીડ વગેરે ગાડીમાં ભરી વેચવા જતા હોવાની પેરવી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી એલસીબી ટીમે આરોપી કરણ મોતીભાઈ ટોળિયા, રોહિત મુનાભાઈ ઝંઝુવાડિયા, સાગર મગન પરમાર રહે ત્રણેય મોરબી ૨ વાળાને ઝડપી લીધા હતા તેમજ ચોરીનો માલ રાખનાર આરોપી મંજુરહુસેન રહીમ ખુરેશી, હરીલાલ વીરૂજી ગુર્જર અને જાવેદ અલારખા સિપાઈ એમ ત્રણ સહીત કુલ છ આરોપીને ઝડપી લઈને મોટરો ૧૨ નંગ તોડી કાઢવામાં આવેલ સામાન કીમત રૂ ૧,૯૦,૦૦૦ અને બોલેરો કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૪,૯૦,૦૦૦ નો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!