MORBI:મોરબીના ઘૂટૂ રોડ પર દુકાનના સળિયા તોડી રૂ. 1.80 લાખના કોપર વાયરની ચોરી: તસ્કરો ફરાર




MORBI:મોરબીના ઘૂટૂ રોડ પર દુકાનના સળિયા તોડી રૂ. 1.80 લાખના કોપર વાયરની ચોરી: તસ્કરો ફરાર

ઘૂટૂ રોડ પર આવેલી એક એ.સી. રિપેરિંગની દુકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ. 1.80 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, મૂળ હળવદ તાલુકાના સમલી ગામે રહેતા અને ઘૂટૂ રોડ પર ‘ડાયમંડ રેફ્રીજરેશન’ નામે દુકાન ધરાવતા કૌશિકભાઈ ત્રિભોવનભાઈ પટેલ (ઉ.વ. 42) ની બંધ દુકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોર ઈસમોએ દુકાનની પાછળના ભાગે આવેલી લોખંડની બારીના સળિયા તોડી અંદર ગુનાહિત પ્રવેશ કર્યો હતો.દુકાનમાં રાખેલા નવા શુદ્ધ કોપર વાયરના ફીંડલા તેમજ નાના-મોટા ટુકડા મળીને આશરે 100 કિલો જેટલો કિંમતી કોપર વાયર/કેબલ વાયર (કિંમત રૂ. 1,80,000) ની તસ્કરો ચોરી કરી ગયા હતા.આ મામલે કૌશિકભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


