CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી આમરોલી ગામે કરવામાં આવી.

મૂકેશ પરમાર,, નસવાડી
સમગ્ર ગુજરાત સહીત પુરા દેશમાં 76 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નસવાડી તાલુકા તેમજ નસવાડી નગરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી જેમાં નસવાડી તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી અમરોલી ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે કરવામાં આવી હતી જેમાં મામલતદાર એમ.બી.પાટીલ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ,જેમાં તાલુકા વિકાસ અધિકારી,બાંધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી, ,ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ,તાલુકા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન સિમી બેન ડું .ભીલ,, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા, સરપંચ જમનાદાસ રાઠવા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.






