GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના શિક્ષકના જન્મદિનની વિશિષ્ટ ઉજવણી

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના શિક્ષકના જન્મદિનની વિશિષ્ટ ઉજવણી
મોરબી, સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે મોંઘી હોટેલમાં જઈ મોંઘી ભોજન ડિશ જમી,મોંઘી કેક કાપીને ઉજવતા હોય છે પણ સાચી ઉજવણી તો જરૂરીયાત મંદોને મદદ કરી,એમની જરૂરિયાત મુજબની વસ્તુઓ પુરી પાડવી એ છે,એ મુજબ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબીના કર્મઠ, શાંત, શૌમ્ય, સમજુ, કોઈપણ કાર્યમાં આળસ નહિ, પોઝીટીવ થીંકીંગ ધરાવતા ઈંગ્લીશ ટીચર અને વિદ્યાર્થીઓમાં પ્રિય એવા જયેશભાઈ અગ્રાવતે પોતાના જન્મ દિવસ નિમિત્તે શાળાની બાળાઓને ફોર લાઈન બુક,પેન અને ચોકલેટ આપી જન્મદિનની વિશિષ્ટ ઉજવણી કરી હતી, તમામ બાળાઓએ પણ શાળાના વર્ગખંડની વિશિષ્ટ રીતે સજાવી પોતાના શિક્ષકનો જન્મદિવસ ઉજવ્યો હતો.











