GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી

MORBI:મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી

 

 

રિપોર્ટ: મોરબીની જાણીતી નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબીમાં એ – ડિવિઝન પોલીસ સ્ટેશન અને જિલ્લા ન્યાયાલય(કોર્ટ) ની મુલાકાત લીધી. આ બન્ને મુલાકાતનો ઉદ્દેશ હતો વિદ્યાર્થીઓને પોલીસ અને કાનૂની વ્યવસ્થા અંગે સંપૂર્ણ માહિતગાર થાય.
નવા અનુભવોને પ્રાપ્ત કરવા માટે, વિદ્યાર્થીઓએ પ્રથમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, જ્યાં તેઓને પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિભાગોની કામગીરી, ગુનાઓની તપાસ અને કાયદાની અમલવારીની પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદા પ્રણાલી સાથે જોડાયેલા અલગ-અલગ પાસાઓ અંગે વિચારો આપ્યા.પછી, વિદ્યાર્થીઓ જિલ્લા કોર્ટ ન્યાયાલય પહોંચ્યા, જ્યાં તેમણે ન્યાયાધીશો અને કોર્ટ કર્મચારીઓ દ્વારા કાયદાની કાર્યવાહી, કોટૅમાં થતી કામગીરી અને ન્યાયની ઉપલબ્ધતાઓ અંગે માહિતી મેળવી. ન્યાયાલયના વાતાવરણને જોઈને વિદ્યાર્થીઓએ કાયદા બાબતે ધણી નવી માહીતી જાણવા મળી.આ કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાસર અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બળદેવ સરસાવડીયા સર ના માર્ગદર્શન હેઠળ, નવયુગ લો કોલેજના પ્રોફેસર ડિમ્પલમેમ અને ધ્વનિમેમ દ્વારા કરાયું હતું.


નવયુગ લો કોલેજના આ પ્રયાસને પ્રભાવશાળી પ્રતિસાદ મળ્યો, અને વિદ્યાર્થીઓએ આ પ્રકારની મુલાકાતો સમયાતંરે વધુ વાર કરવાની ઈચ્છા વ્યકત કરી.

 

Back to top button
error: Content is protected !!