MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ
MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ
ગુજરાત સરકાર દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ માધવપુર મેળા 2025 નિમિત્તે સરકાર દ્વારા ભારતના 1600 કલાકારો દ્વારા વિવિધ શહેરોમાં મેગા ઇવેન્ટ નું પ્રદર્શન શરૂ થઈ ગયું છે.
જેમાં મોરબીના સાર્થક વિદ્યામંદિર *પ્રાચીન ગરબામાં* પોતાનું પર્ફોમન્સ તા.1 એપ્રિલ થી 10 એપ્રિલ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકા ખાતે રજૂ કરશે.જેમાં શાળાના માર્ગદર્શન હેઠળ 16 જેટલી વિદ્યાર્થીની બહેનો પરફોર્મન્સ આપી રહી છે. જે કૃતિના કોરિયોગ્રાફર રવિરાજભાઈ છે.મોરબીની દીકરીઓ ગુજરાતના અનેક મેગા સિટી માં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.
અધિકારીશ્રી હિરલબેન વ્યાસ તેમજ સંપૂર્ણ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીઓની ટીમ અત્રે તમામ ક્ષેત્રે મોરબી જિલ્લાને પ્રોત્સાહન સાથે કલાકારોને સન્માન અને તક આપી રહ્યા છે. ત્યારે આ ક્ષણ સાર્થક વિદ્યામંદિર* સહિત મોરબી માટે ગૌરવવંતી ક્ષણ છે.