GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે પી એચ સી ઢુવા આરોગ્ય ટીમ દ્વારા સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવેલ.
MORBI:મોરબીના ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે પી એચ સી ઢુવા આરોગ્ય ટીમ દ્વારા સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવેલ.

માન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફીસર વાંકાનેર ની દેખરેખ હેઠળ આજ તા ૨૮/૮/૨૦૨૪ ના રોજ ચાલુ વરસાદી સિઝનમાં ક્યાંય જઈ ન શકાય તેવી પરિસ્થિતિમાં ઢુવા ચોકડી સિરામીક વિસ્તાર ભાડાની રૂમમાં રહેતા સુપ્રિયા પવન કેવટ એ બપોરે 12:00 વાગ્યાની આસપાસ ફિમેલ ફેલ્પ વર્કર સબ સેન્ટર નવા ઢુવા ને ટેલીફોનીક જાણ થતા તાત્કાલિક પી એચ સી ઢુવા ની એમ્બ્યુલંસ દ્વારા પી એચ સી ઢુવા ખાતે સગર્ભા બહેન ને દાખલ કરી પી એચ સી ઢુવા ના મેડીકલ ઓફિસર ડો.સવસાની અને તેમની આરોગ્ય ટીમ દ્વારા સફળતા પૂર્વક ડિલેવરી કરાવેલ. બાળક અને માતા ની તબિયત તંદુરસ્ત છૅ.






