
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ ઓગસ્ટ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગા યોજના અંતર્ગત ૫૭ ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “ એક પેડ માં “ કે નામ અભિયાન હેઠળ અંતર્ગંત તાલુકાના ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.રોજગાર દિવસની ઉજવણીમાં ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબકાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી તથા ગામોમાં કરવાના થતાં સામૂહિક કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.. જિલ્લાના તમામ ગામોમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા વધુ વૃક્ષોના ઉછેર કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામજનો, તલાટીશ્રી, સરપંચશ્રી, રોજગાર સેવકશ્રી તેમજ મનરેગા કર્મચારીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા.





