TANKARA ટંકારાના કાગદળી ગામે મારામારી તથા લુંટના ગુન્હામાં ૨૧વર્ષ પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
TANKARA ટંકારાના કાગદળી ગામે મારામારી તથા લુંટના ગુન્હામાં ૨૧વર્ષ પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
આ કામની ફરીયાદ એવી છે કે, મોરબી થી રાજકોટ તરફ જતા રોડ ઉપર લુટ/ઘાડ નો કાર્યકમ બનાવીને ટંકારા થી આગળ હાઈવે રોડ ઉપર કાગદળી ગામ પાસે રાત્રીના દોઢે ક વાગ્યે ઉભા હતા ત્યારે તેઓએ ભીની માટીમા અણીવારા પથ્થરો છુટક રીતે રાખી રોડ ઉપર ખોડેલ હતા અને આ દરમ્યાન તમામ આરોપીઓ બાજુના બાવળની જાળમાં છુપાઈ ગયેલ હતા તેવામા આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઈવર તથા આ કામના સાહેદ ટ્રક કિલનર ટ્રક લઈને ભુજ તરફ જઈ રહયા હતા ત્યારે કાગદળી ગામના પાટીયા પાસે આ કામના આરોપીઓ એ રોડ ઉપર કાળી મેટલના પથ્થરો ખોળી દઈ ઉપર માટી નાખી દઈ ફરી.ની ટ્રકને પંચર કરતા ફરી.તથા સાહેદ ટ્રકના વ્હીલમા થયેલ પંચર માટે વ્હીલ ખોલવા નીચે ઉતરતા મજકુર આરોપીઓ બાવળના લાકડાના ધોકા વતી ફરી. તથા સાહેદને માર મારી ધાડ/લુંટ પાડી ગન્હો કર્યા બાબતની ભારતીય દંડ સહીંતા ની કલમ ૩૨૩,૩૯૫, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૩૭(૧), ૧૩૫ વિગેરે હેઠળ ફરીયાદ દાખલ કરવામા આવેલ, હાલમા આ કેસમા પોલીસ દ્વારા આરોપી નં.૩ રમેશભાઈ તોલીયાભાઈ બારીયા/ભીલ નાઓની ધરપકડ કરવામાં આવતા આ આરોપીએ મોરબીના વકીલ શ્રી આર.ડી.ચાવડા (રવિ ચાવડા) મારફત ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટ મા જામીન અરજી કરેલ.આ જામીન અરજીની કામગીરીમાં બંને પક્ષોની તમામ દલીલોને અંતે નામ. જિલ્લા અદાલતે આરોપીની દલીલો ગાહય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ હતો.