GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા વિરપર ગામ નજીકથી દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ૪ ઇસમો ઝડપાયા 

TANKARA:ટંકારા વિરપર ગામ નજીકથી દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ૪ ઇસમો ઝડપાયા

 

 

 

મોરબી એલસીબી પોલીસ ટીમને સયુંકતમાં બાતમી મળેલ કે ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક ઘુનડા જતા સ્મશાનવાળા રસ્તે આવેલ શનીભાઈ બાંભણીયાના ઝૂંપડામાં દેશી-વિદેશી દારૂનો જથ્થો રાખી અમુક ઈસમો ભાગીદારીમાં ગેરકાયદેસર રીતે દેશી વિદેશી દારૂનું વેચાણ કરતા હવાની એકદમ ભરોસાપાત્ર બાતમી મળતા તાત્કાલિક ઉપરોક્ત સ્થળ ઉપર દરોડો પાડતા ઝૂંપડામાંથી ૩૫૦ લીટર દેશી દારૂ તથા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૬ નંગ બોટલ જેની કુલ કિ.રૂ.૫૦,૬૦૦/-મળી આવી હતી. આ સાથે આરોપીઓ શનીભાઇ શીવાભાઇ બાંભણીયા ઉવ-૧૯ રહે.વીરપર સ્મશાન પાસે ઝુપડામાં તા.ટંકારા મુળરહે.રાણપુર ગામ જી.બોટાદ, રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા ઉવ-૨૮ રહે.શકત શનાળા પ્લોટમાં મુળરહે.મોટી ચણોલ તા.પડધરી જી.રાજકોટ, ગણેશકુમાર બીલટુભાઇ શાહ ઉવ-૩૨ રહે.વીરપર મેટ્રો ઇન્ડ્રસ્ટીઝ તા.ટંકારા મુળરહે.મધુબની ગામ બિહાર રાજ્ય, સમીરભાઇ હનીફભાઇ વીકીયાણી ઉવ-૧૯ રહે.ટંકારાવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીઓની પ્રાથમિક સઘન પૂછતાછમાં દેશી વિદેશી દારૂનો આ જથ્થો શકત શનાળા ગામે રહેતા આરોપી જયદિપસિંહ ઉર્ફે રાજા મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી વેચાણ કરવાના ઇરાદે મેળવ્યો હોવાની કબૂલાત આપતા તે આરોપીને ફરાર દર્શાવી કુલ ૫ આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં પ્રીહી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!