GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેટીક ડિપાર્ટમેન્ટમાં ડોક્ટરના પાપે દર્દીઓ પરેશાન

MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેટીક ડિપાર્ટમેન્ટમાં ડોક્ટરના પાપે દર્દીઓ પરેશાન

 

 

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી સિવિલ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટીમાં ઓર્થો ડોક્ટરોની ધોળ બેદરકારી ના કારણે દર્દીઓને ના છૂટકે રજા લઈને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે જવું પડી રહ્યું છે. અને ડોક્ટરો દરરોજ સવારના બાયોમેટ્રિક કરવા માટે ટાઈમ કાઢીને આવી જાય છે એવી જ રીતે રાત્રિના સમયે પણ બાયોમેટ્રિક કરવા આવી જાય છે જો ડોક્ટરને બાયોમેટ્રિક કરવાનો ટાઈમ મળતો હોય તો ગરીબ વર્ગના દર્દીઓ માટે ડોક્ટરો ને કેમ ટાઈમ મળતો નથી અને સારવારમાં ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે ડોક્ટરોની બેદરકારીના કારણે ગરીબ દર્દીઓને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલોમાં એડમિટ થવાની જરૂરિયાત ઊભી થાય છે અને ગરીબ વર્ગના દર્દીઓ પાસે પૈસા ના હોય તો વ્યાજે રૂપિયા લઈને તેમની સારવાર કરાવતા હોય છે. જેમ કે તારીખ :- ૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારે રાત્રે ૦૯:૩૧ કલાકે દાખલ થયેલ દર્દી ને પણ ૦૨:૨૦ કલાક સુધી કોઈ પણ ઓર્થોપેટીક ડોક્ટર પુછવા પણ આવ્યા ન હતા તો આવા ડોક્ટર ના પાપે હોસ્પિટલ નું નામ પણ ખરાબ થય રહ્યુ છે અને ગરીબ દર્દીઓને ને દેણા કરી ને પ્રાઈવેટ હોસ્પિટલોમા રજા લયને જાવુ પડ્યુ હતુ. જો કે આવા ડોક્ટર ને કામના સુ તો આવા ડોક્ટર ને ધર ભેગા કરવા જોયે એટલે કે સરકાર ના પૈસા નો પણ ખોટો ભષ્ટ્રાચાર થતાં અટકે અને ઈમરજન્સી વોર્ડ ની અંદર પર M.O સીવાય કોઈપણ ડોક્ટર હાજર હોતા નથી અને કોઈ પણ વોર્ડ ની દર્દી આવે એટલે જેતે ડોક્ટર ને ફોન કરવા પડે છે અને ત્યા સુધી દર્દી પણ ડોક્ટર આવે ત્યાં સુધી રાહ જોહવી પડતી હોય છે તો ત્યાં પણ ડોક્ટર હજર રહે અને R.M.O. બધા ડોક્ટર ને સુચના આપે તેવી ગરીબી વર્ગના દર્દીઓ મા ચર્ચા ચાલી રહી છે

 

Back to top button
error: Content is protected !!